ભાજપ શાસનમાં ઉમેદવારો પર સામાજિક દબાણ અને ડરનો માહોલ હોવાનો પુષ્પરાજસિંહ જાડેજાનો આક્ષેપમોરબી : મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તેમના પરિવાર અને બહોળી સંખ્યામાં ટેકેદારો સાથે મળીને વોર્ડ નંબર 5 માંથી કોર્પોરેટર પદ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે વોર્ડ નંબર 5 ના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 8, 9 અને 13 ના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી 23 નામોની યાદીમાંથી આજે 20 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે તેવો પક્ષના કાર્યાલયથી આદેશ આપવામાં આવ્યો છે.બાકીના ઉમેદવારોના નામ જાહેર ન કરવા પાછળનું કારણ જણાવતા તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. ઉમેદવારો નક્કી થાય તે પહેલા જ તેમને ડરાવવામાં આવે છે અને ઉમેદવારી ન કરવા માટે સામાજિક દબાણ લાવવામાં આવે છે. આ જ કારણોસર કોંગ્રેસે પોતાની રણનીતિ મુજબ બાકીના તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી દેશે.સામાજિક દબાણ અંગે પોતાનો જ દાખલો આપતા પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેમને પણ કેટલાક સામાજિક નેતાઓ અને આગેવાનો દ્વારા વોર્ડ નંબર 5 માંથી ઉમેદવારી ન કરવા અને કોઈ બીજા વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. આમ, શાસક પક્ષ દ્વારા ઉમેદવારો પર પ્રેશર બનાવવાની રાજનીતિ રમાઈ રહી હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો.#MorbiUpdate #Morbi #MorbiElections #MorbiMahanagarpalika #Congress #PushparajsinhJadeja #MorbiNews #GujaratPolitics