અત્યાર સુધીમાં 75 ઉમેદવારી નોંધાઇ : આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છતાં ભાજપના ઉમેદવારોનું સસ્પેન્સ અકબંધમોરબી: મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આજે શુક્રવારે ફોર્મ ભરવાના 5મા દિવસે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે એક જ દિવસમાં કુલ 44 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે. આ સાથે જ મોરબીના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે અત્યાર સુધીમાં ભરાયેલા ફોર્મની સંખ્યા 75 પર પહોંચી ગઈ છે.આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (INC) દ્વારા પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે અને તેઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ તેજ કરી દીધી છે. આજે નોંધાયેલા 44 ફોર્મમાં મોટાભાગના ઉમેદવારો આપ અને કોંગ્રેસના છે, જ્યારે એક ફોર્મ અપક્ષ ઉમેદવાર દ્વારા ભરવામાં આવ્યું છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા સત્તાધારી પક્ષ ભાજપની યાદીને લઈને થઈ રહી છે. આવતીકાલે શનિવારના રોજ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, તેમ છતાં હજુ સુધી ભાજપ દ્વારા એક પણ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપની સત્તાવાર યાદી આજે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે અને આવતીકાલે અંતિમ દિવસે ભાજપના તમામ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરવા પહોંચશે. જેના કારણે આવતીકાલે ચૂંટણી કચેરીએ ભારે ભીડ જોવા મળી શકે છે.આજે ફોર્મ ભરનાર ઉમેદવારોની વોર્ડ મુજબ વિગત નીચે પ્રમાણે છેવોર્ડ 1:● નીતાબેન પ્રભાતભાઈ ચાવડા (AAP)● દીપક દેવાભાઈ ડાભી (AAP)વોર્ડ 3:● પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા (INC)● હિતેશભાઈ લાલજીભાઈ મહેતા (INC)● હસુમતી હરેશ ઝેઠલોજા (INC)● અલ્પાબા વનરાજસિંહ જાડેજા (INC)● કૈલાસબા રાજેન્દ્રસિંહ જાડેજા (INC)● કેતનકુમાર લાલજીભાઈ મહેતા (INC)● સચિનભાઈ કિશોરભાઈ મકવાણા (AAP)● દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (INC)વોર્ડ 4:● સંજયભાઈ નથુભાઈ સાલાણી (AAP)● કંકુબેન વિનોદભાઈ પરમાર (INC)વોર્ડ 5:● શોભનાબેન મુકેશભાઈ દેગામા (AAP)● કૈલાશબેન સંજયભાઈ મુછડિયા (AAP)● પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા (INC)● મંજુલાબેન ગલાભાઈ પરમાર (INC)● વિજ્યાબેન અમરશીભાઈ મકવાણા (INC)● અમિત મનુભાઈ ભોજવિયા (INC)વોર્ડ 7:● પ્રીતિબેન મહેન્દ્રકુમાર ચંદારાણા (AAP)● હિરલબેન તેજસભાઈ ટાંક (INC)● મૂસા ઓસ્માનભાઈ વડાવરિયા (INC)વોર્ડ 8:● મનીષાબેન કૌશિકભાઈ અમૃતિયા (AAP)● બળવંત ચતુરભાઈ ઘુમલિયા (INC)● નવીનભાઈ ચતુરભાઈ ઘુમલિયા (INC)● મીનાક્ષીબેન મનહરકુમાર પટેલ (INC)● ચૈતાલી દિનેશભાઈ સાણંદિયા (INC)● લલિતભાઈ જેરાજભાઈ કામરિયા (અપક્ષ)● હાજી અકબરભાઈ કોરડિયા (INC)વોર્ડ 10:● સરસ્વતીબેન મહાદેવભાઈ સારદવા (AAP)● ઉર્મિલા વિપુલ પરમાર (INC)વોર્ડ 11:● અરુણભાઈ નરશીભાઈ વિડજા (AAP)● જગદીશભાઈ ભગવાનભાઈ અઘારા (AAP)● ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભાટાસણા (AAP)વોર્ડ 12:● જિશ્મા જયેશભાઈ ઠાકર (AAP)● જગદીશ રમેશભાઈ સોનગરા (INC)વોર્ડ 13:● ગીતાબેન રાકેશભાઈ સાવરિયા (AAP)● કંચનબેન રતિલાલ જાદવ (INC)● વિનોદભાઈ રણછોડભાઈ નકુમ (INC)#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiElection #AAP #Congress #BJP #GujaratElection