અત્યાર સુધીમાં કુલ 264 ઉમેદવારી પત્રો રજૂ થયા, આવતીકાલે ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભારે ભીડ ઉમટવાની શક્યતામોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે શુક્રવારે ઉમેદવારી પત્રો ભરવા માટે કચેરીઓમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.જિલ્લા પંચાયતમાં આજે 40 ફોર્મ ભરાયામોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ધીમી શરૂઆત બાદ શુક્રવારે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી હતી અને એક જ દિવસમાં 40 ફોર્મ ભરાયા હતા. અગાઉ ભરાયેલા ફોર્મ સાથે જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં કુલ 48 ફોર્મ ભરાઈ ચુક્યા છે.5 તાલુકા પંચાયતમાં શુક્રવારે 113 ફોર્મ ભરાયાજિલ્લાની 5 તાલુકા પંચાયતોની કુલ 98 બેઠકો માટે શુક્રવારે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો અને એક જ દિવસમાં 113 ફોર્મ ભરાયા છે. જેમાં શુક્રવારે મોરબી તાલુકા પંચાયતમાં 18, માળિયા-મિંયાણામાં 15, વાંકાનેરમાં 50, ટંકારામાં 14 અને હળવદમાં 16 ફોર્મ ભરાયા છે. તાલુકા પંચાયતોમાં અત્યાર સુધીમાં કુલ 137 ઉમેદવારી પત્રો ભરાઈ ચુક્યા છે. તાલુકા પંચાયત મુજબ અત્યાર સુધીમાં ભરાયેલ કુલ ફોર્મ જોઈએ તો મોરબીમાં 27, માળિયા-મિંયાણામાં 15, વાંકાનેરમાં 57, ટંકારામાં 14 અને હળવદમાં 19 ફોર્મ ભરાયા છે. 3 નગરપાલિકામાં 78 ફોર્મ ભરાયામોરબી જિલ્લાની 3 નગરપાલિકા (વાંકાનેર, ટંકારા, માળિયા-મિંયાણા) ની 76 બેઠકો માટે શુક્રવારે કુલ 78 ફોર્મ ભરાયા છે. જેમાં વાંકાનેર પાલિકામાં 13, ટંકારા પાલિકામાં 19 અને માળિયા-મિંયાણા પાલિકામાં 46 ફોર્મનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પાલિકામાં કુલ 79 ફોર્મ ભરાઈ ચુક્યા છે.આવતીકાલે રહેશે ભારે ભીડચૂંટણીમાં ફોર્મ ભરવા માટે શનિવારે ઉમેદવારોનો મોટો ધસારો રહેવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકીય પક્ષોના મેન્ડેટ ફાળવણી અને ઉમેદવારો નક્કી થવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં હોવાથી, આવતીકાલે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચશે.જિલ્લા પંચાયત ● 1-આમરણ: ગાંભવા સરોજબેન નિમેષભાઈ (કોંગ્રેસ)● 2-બગથળા: સતીશકુમાર ભાનજીભાઈ મેરજા (કોંગ્રેસ)● 3-ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)● 3-ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા (કોંગ્રેસ)● 4-ચરાડવા: હિનેશકુમાર શાંતિલાલ પટેલ (આપ)● 5-ઢુવા: સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ)● 6-ઘનશ્યામપુર: જોશનાબેન ઘનશ્યામભાઈ બાબરિયા (કોંગ્રેસ)● 6-ઘનશ્યામપુર: નિરુબેન ભરતભાઈ રાજપૂત (આપ)● 7-ઘુંટુ: રાજુબેન નાનુભાઈ બાંભવા (આપ)● 7-ઘુંટુ: રાજુબેન નાનુભાઈ બાંભવા (આપ)● 7-ઘુંટુ: ગંગાબેન પ્રવીણભાઈ પરમાર (આપ)● 7-ઘુંટુ: ગંગાબેન પ્રવીણભાઈ પરમાર (આપ)● 7-ઘુંટુ: રબારી લીલાબેન ધારાભાઈ (કોંગ્રેસ)● 8-જાંબુડીયા: જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ (ભાજપ)● 8-જાંબુડીયા: મનીષાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ)● 9-જેતપર: વીણાબેન નિલેશભાઈ અઘારા (આપ)● 9-જેતપર: ચાંદની નવીનભાઈ સોરિયા (કોંગ્રેસ)● 10-ખાખરેચી: શંકરભાઈ બીજલભાઈ સાકરિયા (કોંગ્રેસ)● 10-ખાખરેચી: મનસુખભાઈ ભૂપતરાય લાંધણોજા (કોંગ્રેસ)● 10-ખાખરેચી: સિંધાભાઈ નાનજીભાઈ ઉપાસરિયા (આપ)● 11-ખાનપર: કુંભારવાડિયા મુરુભાઈ કરુભાઈ (કોંગ્રેસ)● 11-ખાનપર: સંજય મુરુભાઈ કુંભારવાડિયા (કોંગ્રેસ)● 12-કોઠી: પ્રભાબેન રમેશભાઈ પ્રબતાની (કોંગ્રેસ)● 13-લજાઇ: બળવંતભાઈ ગોકળભાઈ વોરા (કોંગ્રેસ)● 14-લુણસર: ગેલાભાઈ શિવાભાઈ સપારા (આપ)● 15-મહિકા: યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ)● 15-મહિકા: માયાબા વનરાજસિંહ વાળા (કોંગ્રેસ)● 15-મહિકા: જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર (ભાજપ)● 16-માથક: રેખાબેન મુકેશભાઈ પારડિયા (કોંગ્રેસ)● 17-મોટા દહિસરા: અરવિંદભાઈ લાલજીભાઈ કાવર (આપ)● 17-મોટા દહિસરા: સતીશભાઈ શામજીભાઈ આદ્રોજા (કોંગ્રેસ)● 17-મોટા દહિસરા: હિરલ ધીરુભાઈ બલસારા (આપ)● 18-નેકનામ: ગીતાબેન રમેશભાઈ ડુબરિયા (કોંગ્રેસ)● 18-નેકનામ: હીનાબેન હસમુખભાઈ ચડામિયા (આપ)● 19-ઓટાળા: આવૃત્તિબેન નરેન્દ્રભાઈ બારૈયા (કોંગ્રેસ)● 19-ઓટાળા: ગીતાબેન જગજીવનભાઈ કાગથરા (કોંગ્રેસ)● 20-પંચાસીયા: હેમીબેન રતિલાલ અણિયારિયા (ભાજપ)● 20-પંચાસીયા: આરતીબેન અશોકભાઈ અણિયારિયા (ભાજપ)● 21-સાપકડા: હંસાબેન રામજીભાઈ કોળી (કોંગ્રેસ)● 24-તિથવા: મહેબૂબભાઈ અહેમદભાઈ કડીવાર (કોંગ્રેસ)ટંકારા નગરપાલિકા● વોર્ડ 1: મિતલ ધર્મેન્દ્ર કક્કડ (કોંગ્રેસ)● વોર્ડ 1: મહેશ જેમાલભાઈ માયરા (કોંગ્રેસ)● વોર્ડ 1: હેમતભાઈ મેઘજીભાઈ ચાવડા (બસપા)● વોર્ડ 2: ગિરીશ હસમુખભાઈ ઘેટિયા (કોંગ્રેસ)● વોર્ડ 2: નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ (કોંગ્રેસ)● વોર્ડ 2: સિદ્ધિ હર્ષદભાઈ પંચોટિયા (કોંગ્રેસ)● વોર્ડ 3: રમેશભાઈ ભવનભાઈ ભુભરિયા (કોંગ્રેસ)● વોર્ડ 3: ગીતાબેન જગદીશભાઈ ડુબરિયા (કોંગ્રેસ)● વોર્ડ 3: પૂજા વિપુલભાઈ ઝાંપડા (કોંગ્રેસ)● વોર્ડ 3: પરેશકુમાર ચકુભાઈ ફેફર (કોંગ્રેસ)● વોર્ડ 4: નીતાબેન કિશોરભાઈ સોલંકી (કોંગ્રેસ)● વોર્ડ 4: અબ્દુલ અબુજી ચૌધરી (કોંગ્રેસ)● વોર્ડ 4: નસીમબેન મહેબૂબભાઈ મેસાણિયા (કોંગ્રેસ)● વોર્ડ 4: ગફાર કાસમભાઈ ભૂંગર (કોંગ્રેસ)● વોર્ડ 5: નાગજીભાઈ વાજાભાઈ ઝાંપડા (કોંગ્રેસ)● વોર્ડ 5: રોશનબેન હનીફભાઈ શેરસિયા (કોંગ્રેસ)● વોર્ડ 6: અતુલકુમાર ધીરજલાલ ત્રિવેદી (અપક્ષ)● વોર્ડ 6: હેતલબેન જીતેન્દ્રગિરિ ગોસ્વામી (કોંગ્રેસ)● વોર્ડ 6: સલીમ દાઉદભાઈ ભાનુ (કોંગ્રેસ)વાંકાનેર નગરપાલિકા● વોર્ડ 1: વિજય છગનભાઈ માંડણી (કોંગ્રેસ)● વોર્ડ 1: જયાબેન શિવાભાઈ દેકાવડિયા (કોંગ્રેસ)● વોર્ડ 1: હેમીબેન કાળુભાઈ ગોરિયા (કોંગ્રેસ)● વોર્ડ 1: શામજીભાઈ જેરામભાઈ દેકાવડિયા (કોંગ્રેસ)● વોર્ડ 2: અરવિંદભાઈ રામજીભાઈ આંબલિયા (કોંગ્રેસ)● વોર્ડ 2: જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ)● વોર્ડ 2: નાંગાજીભાઈ સવાજીભાઈ ભાટી (કોંગ્રેસ)● વોર્ડ 2: નયનાબેન રાજેશભાઈ માલકિયા (કોંગ્રેસ)● વોર્ડ 4: મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ (કોંગ્રેસ)● વોર્ડ 4: એકતા હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ)● વોર્ડ 4: અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડિયા (કોંગ્રેસ)● વોર્ડ 4: અશરફ અનવરભાઈ ચૌહાણ (કોંગ્રેસ)● વોર્ડ...