શ્વેત વસ્ત્રોમાં સજ્જ ભાવિકોએ વિવિધ મુદ્રા સાથે નવકાર મહામંત્રના જાપ કરી વિશ્વશાંતિની મંગલ કામના કરીમોરબી : મોરબીમાં આજે 'માનસ નવકાર વર્લ્ડ ડે' અંતર્ગત JITO દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની પાવન નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધુ શ્રદ્ધાળુઓએ ઉમટી પડી નવકાર મહામંત્રના ભાષ્ય જાપ કર્યા હતા.આજે તા. 9-4ના રોજ મોરબીમાં JITO દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવાન ભાઈઓ અને બહેનો શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ભાવિકોએ વિવિધ મુદ્રાઓ સાથે નવકાર મહામંત્રનો ઉદઘોષ કર્યો હતો. 1 કલાક સુધી ચાલેલા આ જાપ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઊર્જાથી સભર બની ગયું હતું. આ સામૂહિક પ્રાર્થનામાં વિશ્વશાંતિ અને કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે JITOના આયોજકો હેમલ શાહ, મિહિર દોશી, સાગર શેઠ, નેમિષ મહેતા, બોની દફતરી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમમાં નવકારશીનો લાભ મનસુખ લાલ નવલ ચંદ દોશી પરિવારે લીધો હતો. આ ઉપરાંત અન્ય દાતાઓ તરફથી પ્રભાવના અને મિષ્ટપ્રસાદ (ભાતું)નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. #Morbi #JITO #NavkarMantra #WorldNavkarDay #MorbiUpdate #Jainism #Peace #Prayer