મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આજે સાંજના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વીસીપરામાં આવેલા પ્રજાપતિ કારખાનાની બાજુમાં પડેલા કચરામાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. આ કચરાની નજીકમાં જ બાવળની ઝાડીઓ આવેલી હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી ગઈ હતી અને મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે મોરબી ફાયર કંટ્રોલ રૂમને 19:19 કલાકે જાણ કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો, જેથી આસપાસના વિસ્તારમાં નુકસાની ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #FireIncident #MorbiFire #VCPara #GujaratNews