આમ આદમી પાર્ટીના 19 અને કોંગ્રેસના 2 ઉમેદવારોએ ભર્યા ફોર્મ : અત્યાર સુધીમાં કુલ 31 ઉમેદવારી નોંધાઈ : ભાજપના પૂર્વ કાઉન્સિલરે અપક્ષમાં ફોર્મ ભર્યુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી તંત્રના સત્તાવાર આંકડા મુજબ, મંગળવારે કોઈ ફોર્મ ભરાયુ ન હતું, બુધવારે 9 ફોર્મ ભરાયા બાદ આજે ગુરુવારે ત્રીજા દિવસે વધુ 22 ફોર્મ ભરાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાઈ ચુક્યા છે. આજે ગુરુવારે ભરાયેલા કુલ 22 ફોર્મમાં સૌથી વધુ 19 ફોર્મ આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા છે, જ્યારે 2 ફોર્મ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા અને એક ફોર્મ અપક્ષ દ્વારા ભરવામાં આવ્યા છે.આજે ક્યાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ ?● વોર્ડ 1: ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત, ભાવિન પ્રેમજીભાઈ કંજારીયા (AAP)● વોર્ડ 3: અંજલિ મહેશભાઈ પરમાર, અરુણાબેન બિપીનભાઈ વડસોલા, ચુનીલાલ માવજીભાઈ બાવરવા (AAP) ● વોર્ડ 5: રાજકુમાર મહિપતસિંહ જાડેજા (AAP)● વોર્ડ 6: ગફાર જુસબ ખોલેરા (AAP), રોનિત શૈલેષકુમાર લાવા (AAP)● વોર્ડ 7: ગોવિંદ રાજેશ પરમાર (AAP)● વોર્ડ 8: અરુણકુમાર દિનેશભાઈ રૂપાલા (AAP)● વોર્ડ 9: નરેન્દ્ર લાલજી પરમાર (અપક્ષ), કૌશલ રમેશભાઈ વડગામા (AAP), ભારતીબેન હિતેશભાઈ પરમાર (AAP)● વોર્ડ 10: વલમજી ત્રિકમજી ફેફર (કોંગ્રેસ), ભાવિન વલમજી ફેફર (કોંગ્રેસ), ઉર્મિલા હરિલાલ નકુમ (AAP)● વોર્ડ 11: કરિશ્માબેન ગિરધરભાઈ પરમાર (AAP)● વોર્ડ 12: પરિમલ અરવિંદભાઈ કૈલા (AAP), રિયાઝ રજાક ચાણિયા (AAP)● વોર્ડ 13: ચંદ્રિકાબેન જગદીશભાઈ ગાજિયા (AAP), કલ્પેશ જગદીશભાઈ સોનગરા (AAP), આરીફ અબ્દુલ સાલોટ (AAP)ભાજપમાંથી ટીકીટ કપાતા આગેવાને અપક્ષમાં ફોર્મ ભર્યુંમોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત ટર્મમાં નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડીને કાઉન્સિલર બનેલા નરેન્દ્ર લાલજી પરમારે આ વખતે વોર્ડ નંબર 9 માંથી અપક્ષના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે.