મહારાષ્ટ્રના થાણેના આરોપીને રૂપિયા 4,97,783 વળતર તરીકે 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ વાંકાનેર : વાંકાનેરની કોર્ટે સિરામિક ટાઇલ્સની ખરીદીના નાણાં ચૂકવવા આપેલા ચેક પરત ફરવાના કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વાંકાનેરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપીને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.આ કેસની વિગત મુજબ, વાંકાનેર તાલુકાના ભોજપરા ખાતે આવેલી ક્યૂરેક્સ સિરામિક એલ.એલ.પી.ના ડેઝિગ્નેટેડ પાર્ટનર ભાવિક ત્રિભોવનભાઈ સાદરિયા પાસેથી મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલી અથર્વ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પ્રદીપ બજરંગી સિંઘે સિરામિક ટાઇલ્સની ખરીદી કરી હતી. આ ખરીદીની બાકી લેણી રકમ ચૂકવવા માટે આરોપીએ રૂપિયા 4,97,783 નો ચેક આપ્યો હતો. આ ચેક પરત ફરતા ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ વાંકાનેર કોર્ટમાં વર્ષ 2023 માં ફોજદારી કેસ (કેસ નંબર 1674/2023) દાખલ કર્યો હતો.આ કેસની ટ્રાયલ વાંકાનેરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરેન્દ્રસિંહ શનાભાઈ ઠાકોરની કોર્ટમાં ચાલી જતાં, ફરિયાદી પક્ષના પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી પ્રદીપ બજરંગી સિંઘને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ચેકની રકમ રૂપિયા 4,97,783 પૂરા વળતર તરીકે 9 ટકાના વાર્ષિક વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવા આદેશ કર્યો છે. જો આરોપી આ રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ તરીકે કેતન કે. નાયક અને નલીન ટી. અઘારા રોકાયા હતા.#Wankaner #Morbi #ChequeReturnCase #CourtVerdict #MorbiUpdate #WankanerCourt #CrimeNews