ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 18 અને 39 વર્ષની બે મહિલાઓએ આજે દમ તોડ્યોમોરબી: ટંકારાના કલ્યાણપર ગામ પાસે ધ્રોલ તરફ જવાના રસ્તે ગઈકાલે સાંજના સુમારે ટ્રેક્ટર અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 7 લોકોમાંથી 2 મહિલાઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં રિક્ષામાં સવાર 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ટંકારા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમુક ઇજાગ્રસ્તો વધુ ગંભીર હોવાથી તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. આ ગંભીર ઇજાગ્રસ્તો પૈકી રેશમાબેન ગફુરભાઈ જામ (ઉંમર વર્ષ 18) અને જીન્નતબેન મહમદહુસેન સંઘવાણી (ઉંમર વર્ષ 39) નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં અન્ય 5 લોકો જેમાં ગફુરભાઈ સિદ્દીકભાઈ જામ (ઉંમર વર્ષ 63), હસીનાબેન ગફુરભાઈ જામ (ઉંમર વર્ષ 50), નજમાબેન જામ (ઉંમર વર્ષ 12), ફિઝાબેન અનવરભાઈ જામ (ઉંમર વર્ષ 12) અને ગુલશનબેન અનવરભાઈ જામ (ઉંમર વર્ષ 43) નો સમાવેશ થાય છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. અકસ્માતમાં બે મહિલાઓના મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.આ મામલે ટંકારા બીટ જમાદાર સાહેદભાઇ સીદીકિ આગળની તપાસ ચલાવી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #Tankara #AccidentNews #Kalyanpar #RoadAccident #GujaratNews