મોરબી : મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આજે બુધવારના રોજ ફોર્મ ભરવાના દિવસે મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.મહાનગરપાલિકામાં 9 ફોર્મ ભરાયામોરબી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે આજે બુધવારે કુલ 9 ઉમેદવારી પત્રો ભરાયા છે. અગાઉના દિવસોમાં એક પણ ફોર્મ ભરાયું નહોતું, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગતિ જોવા મળી છે.1.વોર્ડ- 2 - કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, લાયન્સનગર,નવલખી રોડ,મોરબી - આમ આદમી પાર્ટી 2.વોર્ડ- 2- તેજલ કિરણભાઇ કાનગડ, યમુનાનાગર,નવલખી રોડ,સેન્ટ મેરીની પાછળ,મોરબી - આમ આદમી પાર્ટી 3.વોર્ડ- 2- જયેશ ખીમજીભાઇ સારેસા, ડો.આંબેડકર કોલોની - ૪,રેલ્વે સ્ટેશન પાછળ,મોરબી. - આમ આદમી પાર્ટી 4.વોર્ડ- 2 - ઇકબાલભાઇ હુસેભાઇ કટિયા, બ્લોક નં.૨૬૧,કુલીનગર-૨,વીશીપરા,મોરબી, - આમ આદમી પાર્ટી 5.વોર્ડ- 4 -લલિત વિરજીભાઇ ખરા ઇંદિરાનગર,મહેન્દ્રનગર પાર્ટ,મોરબી-૨, - આમ આદમી પાર્ટી 6.વોર્ડ- 8 - અસ્લમ ઇકબાલભાઇ ઓડિયા, બાવળીયા પીરની દરગાહ સામે. ક્રિષ્ના પાર્ક-૨, વાવડી, - આમ આદમી પાર્ટી 7.વોર્ડ- 8 - અન્નપુર્ણાબેન હર્ષદભાઇ ઘુમલિયા, બ્લોક નં.૧૦૩, રામસેતુ પેલેસ, રૂષભ પાર્ક, પંચાસર રોડ , - આમ આદમી પાર્ટી 8. વોર્ડ-10 વીરજીભાઈ નરશીભાઈ ચાવડા, ચાવડાની વાડી,ઘંટી પાસે,કેનાલ રોડ,મોરબી-363641 - આમ આદમી પાર્ટી 9. વોર્ડ-10 લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા, મોમાઈ પ્રોવિઝન સ્ટોર,દલવાડી સર્કલ ,શનાળા બાયપાસ,મોરબી - આમ આદમી પાર્ટી 1. 3- ચિત્રાખડા - કનુબેન સુરેશભાઈ ડાભી - કોંગ્રેસ 2. 4- ઢુંવા - જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા - કોંગ્રેસ તાલુકા પંચાયતમાં 2 ફોર્મ ભરાયાજિલ્લાની 5 તાલુકા પંચાયતોની વાત કરીએ તો, આજે માત્ર વાંકાનેર તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે મોરબી, માળિયા-મિયાણા, ટંકારા અને હળવદ તાલુકા પંચાયતમાં આજે એક પણ ફોર્મ ભરાયું નથી.નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં શૂન્ય ફોર્મઆજે બુધવારે જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. તેવી જ રીતે વાંકાનેર, ટંકારા અને માળિયા-મિયાણા નગરપાલિકામાં પણ આજે કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.આમ, આજની સ્થિતિએ મોરબી મહાનગરપાલિકામાં 9 અને તાલુકા પંચાયતમાં 2 મળીને જિલ્લામાં કુલ 11 ઉમેદવારી પત્રો ફાઈલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા વધુ તેજ બને તેવી શક્યતા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Election2026 #LocalBodyElection #GujaratElection #MorbiMahanagarpalika #Wankaner #Tankara #Halvad #MaliyaMiyana #PanchayatElection