મોરબી : મોરબી શહેરમાં વિવાહ સાડીના શોરૂમ ઉપર આવેલ ઓરડીમાં રહેતા મૂળ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વતની અને હાલમાં મોરબીમાં પ્રાઇવેટ નોકરી કરતા અંકિત કાનાભાઈ મકવાણા ઉ.20 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઓરડીમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના બહેન ઋષિકાબેને પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.