મોરબી : મોરબીના વ્યસ્ત ગણાતા ઉમિયા સર્કલ પર હાઈમાસ્ટ ટાવર પર લગાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં જોવા મળતા રાષ્ટ્રપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ તિરંગો જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેને બદલવાની તસ્દી લેવામાં આવી નથી.ભારતીય ધ્વજ સંહિતા મુજબ રાષ્ટ્રધ્વજનું અપમાન એ ગંભીર બાબત છે. ઉમિયા સર્કલ જેવા મુખ્ય માર્ગ પર હજારો લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે આ પ્રકારે ફાટેલો રાષ્ટ્રધ્વજ લહેરાતો રહેવો તે તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે. સ્થાનિકોનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓએ આ બાબતે સતર્ક રહીને તાત્કાલિક નવો ધ્વજ લગાવવો જોઈએ.#Morbi #NationalFlag #UmiyaCircle #MorbiUpdate #GujaratNews #Tricolor #IndianFlag #MorbiNews