શનાળા નજીક ગુલાબનગરમાં એ ડિવિઝન પોલીસની કાર્યવાહી, ત્રણ વાહન કબ્જે : એક ઝડપાયો, પાંચ આરોપી ફરારમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ નજીક આવેલ ગુલાબનગરમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ દરોડો પાડતા આરોપીઓમા નાસભાગ મચી ગઇ હતી.પોલીસે બનાવ સ્થળેથી ત્રણ વાહનો સાથે એક આરોપીને દબોચી લઈ પાંચ આરોપીઓના નામ ખોલાવી નાખ્યા હતા.દરોડા દરમિયાન ત્રણ વાહન તેમજ વિદેશી દારૂની 9924 બોટલ કબ્જે કરી પોલીસે કુલ રૂપિયા 57,43,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શનાળા બાયપાસ પર આવેલ ગુલાબનગરમાં વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરવામાં આવી રહી છે.બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી અલગ અલગ ત્રણ વાહનોમાં દારૂની હેરાફેરી થઈ રહી હોય સ્થળ પર હાજર આરોપી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના રહે.ગુલાબનગર -1, આનંદ નગર મોરબી વાળાને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.પોલીસે દરોડા દરમિયાન ત્રણેય વાહનોમાંથી વોડકા, વ્હિસ્કી સહિતની અલગ અલગ બ્રાન્ડની 9924 બોટલ કિંમત રૂ.50,38,800 એક મોબાઈલ કિંમત રૂપિયા 5 હજાર તેમજ બે સુપર કેરી વાહન અને એક બોલેરો ગાડી મળી 7 લાખના વાહન સહિત કુલ રૂપિયા 57,43,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપી મુસ્તકિમ સનાની પૂછપરછમાં વિદેશી દારૂની હેરફેરના આ કિસ્સામાં અન્ય આરોપી (1) નવઘણભાઇ મોહનભાઇ બાંભવા રહે.મોરબી બાયપાસ તુલશીપાર્ક, મોરબી (2)દિવ્યેશભાઇ મોહનભાઇ બાંભવા રહે.મોરબી બાયપાસ તુલશીપાર્ક, મોરબી (3)ઓમાન અશરફભાઇ ધારાણી રહે.ખોજા સોસાયટી લાયન્સનગર, મોરબી (4)યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા રહે.મોરબી વજેપર અને (4)ભીમશી કોળી રહે.કાગદડી તા.જી.રાજકોટ વાળાના નામ કબુલતા પોલીસે કુલ છ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.