સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો ચક્કાજામની ચીમકીમોરબી: મોરબી શહેરના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની સામે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઓવરફ્લોની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. આ બાબતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર મૌખિક અને વોટ્સએપ દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના પેટનું પાણી હલતું ન હોવાના આક્ષેપો કરાયા છે. છેલ્લા 2 મહિનાથી સતત ફરિયાદ કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતરહીશો દ્વારા આ મામલે મોરબી કમિશનર, કલેક્ટર, ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી નકલ મોકલી રજૂઆત કરવામાં આવી છે. છતાં સમસ્યાનો હલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ચક્કાજામની ચેતવણીઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશોએ ચેતવણી આપી હતી કે, આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતા આ મુખ્ય બાયપાસ રોડ પર ચક્કાજામ કરવામાં આવશે. છતાં સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આ જ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે. અને આજ દિવસ સુધી પણ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે, 'જો અમે ચક્કાજામ ન કરીએ તો બીજું શું કરીએ?'#Morbi #DrainageProblem #PublicOutrage #IndraprasthaSociety #MorbiUpdate #TrafficJamWarning #GujaratGovernment #MorbiCorporation