અમદાવાદ ડિવિઝનમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરીને કારણે 8 એપ્રિલના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને લીધે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન રદ રહેશે અને અન્ય બે ટ્રેનો મોડી દોડશે.રદ કરવામાં આવેલી ટ્રેનોની વિગતનેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર કરવામાં આવનાર કામગીરીને પગલે નીચે મુજબની ટ્રેનો રદ કરવામાં આવી છે:• ટ્રેન નંબર 22959 (વડોદરા–જામનગર ઈન્ટરસિટી): તારીખ 08/04/2026 ના રોજ રદ રહેશે. • ટ્રેન નંબર 22960 (જામનગર–વડોદરા ઈન્ટરસિટી): તારીખ 09/04/2026 ના રોજ રદ રહેશે.આ ટ્રેનો મોડી થશેટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ અને ઓખા તરફ આવતી ટ્રેનોને વડોદરા ડિવિઝનમાં રોકી રાખવામાં આવશે:• ટ્રેન નંબર 22718 (સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ): તારીખ 08/04/2026 ના રોજ અંદાજે 1 કલાક મોડી પડશે. • ટ્રેન નંબર 15636 (ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ): તારીખ 08/04/2026 ના રોજ અંદાજે 1 કલાક મોડી પડશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુસાફરોએ મુસાફરી કરતા પહેલા રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર નવીનતમ સમય અને વિગતો તપાસી લેવી.#MorbiUpdate #RailNews #BulletTrainProject #RajkotDivision #TrainCancelled #IndianRailways #Jamnagar #Vadodara