ગઈકાલે 60 અને આજે બપોર સુધીમાં 121 જેટલી અરજીઓ આવી, 'નો ડ્યુ' અને શૌચાલય અંગેના દાખલા માટે ઉમેદવારોએ લાઈનો લગાવીમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે જરૂરી દાખલાઓ મેળવવા ઉમેદવારોની મહાનગરપાલિકા કચેરીમાં લાઈનો લાગી છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ખાસ કરીને 'નો ડ્યુ' સર્ટિફિકેટ એટલે કે કોઈ પણ પ્રકારનો વેરો બાકી નથી તે અંગેનો દાખલો અને પોતાના ઘરે શૌચાલય છે તે દર્શાવતો દાખલો મેળવવો ફરજિયાત છે.આ દાખલાઓ મેળવવા માટે ઉમેદવારોએ પ્રથમ મહાનગરપાલિકામાં અરજી ઇનવર્ડ કરાવવી પડે છે અને ત્યારબાદ જ તેમને આ દાખલાઓ કાઢી આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે આવા દાખલાઓ મેળવવા માટે 60 જેટલી અરજીઓ આવી હતી. જ્યારે આજે બપોર સુધીમાં જ વધુ 121 જેટલી અરજીઓ આવી ગઈ છે. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે જુદા જુદા પક્ષના ઉમેદવારો અત્યારે પોતાના જરૂરી દસ્તાવેજો એકઠા કરવા મહાનગરપાલિકા કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiElections #Election2026 #MorbiNews #GujaratElections #LocalPolitics