પૌષ્ટિક અલ્પાહારના મેનુમાં થયેલા ફેરફાર અને બજારભાવ કરતા ઓછી નાણાકીય જોગવાઈઓ મુદ્દે વિરોધ, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકીવાંકાનેર : વાંકાનેર મધ્યાહન ભોજન યોજના સંગઠન દ્વારા મામલતદાર મારફત ગુજરાતના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહારના મેનુમાં 17/03/2026 ના ઠરાવથી થયેલા ફેરફારો અને તેમાં રહેલી ગંભીર ભૂલો અંગે રજૂઆત કરવામાં આવી છે.મેનુમાં સુધારા અને અન્ય પ્રશ્નો અંગે મુખ્ય રજૂઆતોપૌંવા બટેકા, મગ-ચાટ, મિક્સ કઠોળ ચાટ અને ઉપમા બનાવવા માટે મરી-મસાલાની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી નથી.શ્રી અન્નના લોટની બજાર કિંમત સરેરાશ 65 રૂપિયા છે, જેની સામે ઠરાવમાં 1 કિલો દીઠ 40 રૂપિયાની જોગવાઈ કરાઈ છે.સીંગતેલના ડબ્બાનો ભાવ 2850 રૂપિયા નક્કી કરાયો છે, જ્યારે હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાથી ઉપર છે.ટમેટા, લીંબુ, ધાણાભાજી વગેરે શાકભાજીના ભાવ નિયત કરેલા ભાવ કરતા બમણા છે.ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું પ્રમાણ 50 ગ્રામથી ઘટાડીને 38 થી 43 ગ્રામ કરાયું છે, જેને ફરી 50 ગ્રામ કરવા જોગવાઈ કરવી.છેલ્લા 3 થી 4 માસથી રાજ્યના 70 ટકા કેન્દ્રો પર દાળ કે ચણા જેવા કઠોળ આપવામાં આવ્યા નથી.કર્મચારીઓના વેતન વધારાની ફાઈલ મંજૂર કરી વેતન વધારો જાહેર કરવા માંગ છે.સસ્તા અનાજની દુકાનેથી કેન્દ્ર સુધી જથ્થો લાવવા ટ્રાન્સપોર્ટ અને મજૂરી ખર્ચ તેમજ ગેસની રીફીલ લાવવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ આપવાની માંગ કરાઈ છે.કર્મચારીઓને તાલુકા મથકે હિસાબ આપવા જવા માટે વાહન ભાડું આપવા રજૂઆત કરાઈ છે.સંગઠનના પ્રમુખ કિરીટસિંહ કે. ઝાલા અને મહામંત્રી કિશોરસિંહ એચ. ઝાલા દ્વારા આવેદનમાં જણાવાયું છે કે બજાર ભાવ અને નિયત થયેલ મેનુમાં વિસંગતતા હોવાથી એક વિદ્યાર્થી માટેનો કુલ ખર્ચ 5 રૂપિયાના બદલે 7 રૂપિયા કરવામાં આવે. ત્યાં સુધી પૌષ્ટિક અલ્પાહારનું જૂનું મેનુ ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે. જો આ રજૂઆતનો યોગ્ય નિકાલ કરી સત્વરે નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Wankaner #MidDayMeal #MorbiUpdate #GujaratNews #MDM #Protest #WankanerNews #LocalNews