મોરબી : મોરબી પંથકના અંદાજે પખવાડિયા પૂર્વે વરસાદ સાથે મિની વાવાઝોડું આવ્યું હતું. તે સમયે લાલપર ગામે એક પોસ્ટર ઉડીને 66 કેવી લાઈનમાં ફસાઈ ગયુ હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્રનું બે વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા દુર્ઘટનાની ભીતિ સર્જાઈ છે.