ગામના પરા વિસ્તારમાં દારૂડિયાઓના ત્રાસથી સ્થાનિકો પરેશાનટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની અને દારૂડિયાઓ ત્રાસ ગુજારતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતે સાવડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના PSI ને લેખિતમાં રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સાવડી ગ્રામ પંચાયત દ્વારા ટંકારા PSI ને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, સાવડી ગામમાં આવેલા પરા વિસ્તારની બાજુમાં કેટલાક ઇસમો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ બનાવવાનું અને વેચાણ કરવાનું ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાથી ગામનું શાંત વાતાવરણ ડહોળાઈ રહ્યું છે.દારૂડિયાઓના ત્રાસથી સ્થાનિકોને ભારે હાલાકીપત્રમાં વધુમાં જણાવાયું છે કે, આ અડ્ડાઓ પર અસામાજિક તત્વો દારૂ પીવા માટે એકઠા થાય છે. દારૂ પીધા બાદ આ શખ્સો બેફામ બનીને ગાળાગાળી કરે છે, જેના કારણે આસપાસમાં રહેતા સામાન્ય નાગરિકો અને પરિવારોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. દારૂડિયાઓના આ આતંકથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.પોલીસ તાત્કાલિક રેડ પાડે તેવી માગગ્રામજનોની ધીરજ ખૂટતા અંતે ગ્રામ પંચાયતે પોલીસનો સહારો લીધો છે. સરપંચે પત્ર મારફતે ટંકારા પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ જગ્યાએ પોલીસ દ્વારા તાત્કાલિક અને ઓચિંતી રેડ પાડવામાં આવે. દેશી દારૂ બનાવતા અને વેચતા તેમજ પીને છાકટા બનતા તત્વોને પકડી પાડી, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેવી સમસ્ત ગ્રામજનોની પ્રબળ માંગણી છે. હવે જોવું એ રહ્યું કે ટંકારા પોલીસ આ રજૂઆતને ગંભીરતાથી લઈ ક્યારે અને કેવા પગલાં ભરે છે.#Tankara #SavdiVillage #TankaraPolice #MorbiPolice #DesiDaru #MorbiUpdate #MorbiNews #GujaratPolice #GramPanchayat #CrimeNews