શક્તિ માનવસેવા સમાજ મંડળ ટ્રસ્ટ દ્વારા નજીકના લાયન્સનગર પ્રાથમિક શાળામાં બૂથ ફાળવવા ચીફ ઓફિસરને રજૂઆતમોરબી : મોરબી મહાનગરપાલિકાના નવા સીમાંકન બાદ માળિયા વનાળિયા ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 4 માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના ઉમિયાનગર-3 ના મતદારો માટે હાલમાં ત્રાજપર ખાતે ભાગ નંબર 147 નું બૂથ ફાળવવામાં આવ્યું છે, જે 5 કિલોમીટર દૂર છે. આ અંતરને કારણે મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે શક્તિ માનવસેવા સમાજ મંડળ ટ્રસ્ટ, મોરબી દ્વારા ડેપ્યુટી કમિશનર અને ચીફ ઓફિસરને લેખિત દરખાસ્ત કરવામાં આવી છે.ટ્રસ્ટના પ્રમુખ સામજીભાઈ જેરામભાઈ મજેઠીયાએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, અગાઉ માળિયા વનાળિયા પ્રાથમિક શાળા લાયન્સનગરમાં બૂથ હતું. હાલમાં બૂથ 5 કિલોમીટર જેટલું દૂર થતું હોવાથી, લાયન્સનગર પ્રાથમિક શાળામાં બૂથ નંબર 320 ની રૂમની બાજુમાં આ મતદારોનો સમાવેશ કરી નજીક બૂથ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત, આ રજૂઆતમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે વોર્ડ નંબર 4 માંથી કમી થયેલા રામદેવપીર રોડ અને સો ઓરડીના લોકોને વોર્ડ નંબર 5 ના મતદારો સાથે ઓરડીની ચામુંડાનગર સોસાયટીમાં ફિટ કરવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #VoterBooth #Elections #WardNo4 #CivicIssues #GujaratNews #PublicDemand