40,000ની કિંમતનો 1600 લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 40,000ની કિંમતનો 1600 લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપી પાડી એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સપેક્ટર બી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતને આધારે સર્વેલન્સ ટીમે તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દેશી દારૂ બનાવવાનો 1600 લીટર ઠંડો આથો, જેની કિંમત 40000 થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી.પકડાયેલ આરોપીનું નામ: • વિજયભાઈ ભુપતભાઈ મકવાણા (રહે. તરકીયા ગામની સીમ, તા. વાંકાનેર)કામગીરી કરનાર અધિકારી:આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર બી.વી.પટેલ, એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, જીતેન્દ્રકુમાર અધારા, રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીચા, સાંમતભાઇ છુંછીયા, ચમનભાઈ ચાવડા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ, અશ્વિનનભાઈ રંગાણી અને અશોકભાઈ વાઘેલા સહિતના સ્ટાફના સભ્યો જોડાયા હતા.#MorbiUpdate #Wankaner #PoliceRaid #Prohibition #CrimeNews #LiquorSeized #WankanerRuralPolice