ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરાયામોરબી : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. 26-04-2026ના રોજ યોજાનાર મતદાન અને તા. 28-04-2026ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.ઉમેદવારી નોંધાવતી વખતે પાંચ વ્યક્તિઓને જ પ્રવેશઆ જાહેરનામા અનુસાર, ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશતી વખતે ઉમેદવાર અથવા તેમના દરખાસ્ત કરનાર સહિત અન્ય ચાર મળી કુલ 5 (પાંચ) વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. જે કિસ્સામાં દરખાસ્ત કરનારાઓની સંખ્યા વધુ હોય, ત્યાં કચેરીમાં એક સમયે 4 થી વધુ ટેકેદારો હાજર ન રહે તે રીતે તબક્કાવાર પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ મર્યાદા ઉમેદવારી પત્ર રજૂ કરવા તેમજ ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવતી વખતે પણ સમાન રીતે લાગુ પડશે. વધુમાં, કચેરીના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવારી પત્ર ભરવા આવતી વખતે વધુમાં વધુ 3 (ત્રણ) વાહનો સાથે જ પ્રવેશી શકાશે અને આ હેતુ માટે ઉપયોગમાં લેવાયેલા વાહનોનો ખર્ચ જે તે ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ગણવામાં આવશે. ચારથી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધમોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હુકમની તારીખથી તા. 30-04-2026 સુધી સંબંધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં, કોઈ સભા ભરવી નહીં કે કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવું નહીં. વધુમાં, ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે યોજવામાં આવતી સભા કે સરઘસનો તમામ ખર્ચ સંબંધિત ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ફરજિયાતપણે ઉમેરવાનો રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમમાંથી ફરજ પરના સરકારી કર્મચારીઓ, ગૃહ રક્ષક દળ (Home Guards) ની વ્યક્તિઓ, પરંપરાગત લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.સાઈન બોર્ડ અને પોસ્ટર લગાવવા પર પ્રતિબંધમોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ઉમેદવારે સંબંધિત મિલકત માલિકની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા વિના પ્રચારપત્રો ચોંટાડવા નહીં, દીવાલો પર સૂત્રો લખવા નહીં કે પક્ષના પ્રતીકો ચીતરીને મિલકતને વિકૃત કરવી નહીં. આ પ્રતિબંધમાં ખાનગી જમીન, મકાન અને કમ્પાઉન્ડ દીવાલ ઉપરાંત વાહનો કે રોડ-રસ્તાનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ માલિકની મંજૂરી વિના પ્રચાર માટે કરી શકાશે નહીં. વધુમાં, ધોરીમાર્ગો, શેરી-ગલીઓ, સાઈન બોર્ડ, માઈલ સ્ટોન, રેલ્વે ફાટક, ઇલેક્ટ્રિકલ કે ટેલિફોનિક પોલ, બસ સ્ટેન્ડ અને જાહેર જનતાની સગવડ માટેના તમામ બોર્ડ જેવી જાહેર મિલકતો પર કોઈપણ પ્રકારનું લખાણ કે પોસ્ટર લગાવવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. પ્રચાર કામે ઉપયોગમાં લેવાતા વાહનો રજિસ્ટર્ડ કરાવવા પડશેચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર, તેમના એજન્ટ કે સમર્થકો દ્વારા પ્રચારના કામે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવા ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેળવેલી પરમીટ વાહનની વિન્ડ સ્ક્રીન પર અથવા નાના વાહનોમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે અને આ વાહનોનો તમામ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવાનો રહેશે. વધુમાં, મિની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગી કાર, ટ્રક, ટ્રેક્ટર, ઓટોરિક્ષા અને સ્કૂટર સહિતના તમામ યાંત્રિક કે અન્ય રીતે ચાલતા વાહનો માટે પૂર્વ પરવાનગી લેવી અનિવાર્ય છે. સક્ષમ અધિકારીની પરમીટ વિના કોઈપણ વાહનનો ઉપયોગ ચૂંટણી લક્ષી કામગીરી માટે કરી શકાશે નહીં. આ નિયમોનો ઉદ્દેશ્ય ઉમેદવારોના જુથો વચ્ચે થતા ઘર્ષણને અટકાવવાનો અને જાહેર સુલેહ-શાંતિ જાળવવાનો છે. ચૂંટણીલક્ષી સામગ્રીની પ્રસિદ્ધી બાબતે જાહેરનામુંમતગણતરી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડબીલ કે બેનર્સમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વિગતો કે ચારીત્ર્ય ખંડન જેવી બાબતો ન છપાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમ અનુસાર, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા મુદ્રક (પ્રેસ) અને પ્રકાશકના નામ, સરનામા અને ફોન નંબર દર્શાવ્યા વિના તેમજ છાપેલી નકલોની સંખ્યા ઉલ્લેખ કર્યા વગર ચૂંટણીલક્ષી સામગ્રી પ્રસિદ્ધ કરી શકશે નહીં. વધુમાં, હોર્ડિંગ્સની સાઈઝ 15 ફૂટ બાય 8 ફૂટથી વધુ અને કટ-આઉટની ઊંચાઈ 8 ફૂટથી વધારે ન હોવી જોઈએ તેવું પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. કોઈપણ મુદ્રકે પ્રકાશક પાસેથી બે સાક્ષીઓની સહી ધરાવતા ઓળખ અંગેના એકરારનામાની બે નકલો મેળવ્યા બાદ જ છાપકામ કરવાનું રહેશે. છાપકામ પૂર્ણ થયાના ત્રણ દિવસની અંદર આ એકરારપત્ર (જોડાણ-ક અને ખ) અને સાત દિવસમાં છાપેલી સામગ્રીની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલવાની રહેશે. આ જોગવાઈઓનો ઉદ્દેશ્ય ધર્મ, જ્ઞાતિ કે ભાષાના આધારે થતા નકારાત્મક પ્રચારને રોકવાનો અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવાનો છે. મતદાન મથક આસપાસ 100 મીટરમાં અનઅધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવા પર પ્રતિબંધમતદાનના દિવસે મતદાન મથકો તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં, મતદાન મથકમાં પ્રવેશ કરવો નહીં કે કોઈપણ પ્રકારના વાહનો લાવવા કે લઈ જવા નહીં. આ પ્રતિબંધાત્મક હુકમમાંથી ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ, મતદાન કરવા આવતા મતદારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, તેમના અધિકૃત ચૂંટણી એજન્ટ કે મતદાન એજન્ટ તેમજ ફરજ પરના પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ અને પેરા મિલિટ્રી ફોર્સના જવાનોને મુક્તિ આપવામાં આવી છે. વધુમાં, પરંપરાગત લગ્નના વરઘોડા,...