એક તરફ સિરામિક ઉદ્યોગમાં મંદીના કારણે ઓર્ડર ઘટ્યા અને બીજી તરફ યુરોપથી આવતા વેસ્ટ પેપરના કન્ટેનરો જેબલ અલી પોર્ટ પર અટવાતા ઉદ્યોગકારો ચિંતામાંમોરબી : મોરબીની પેપર મિલો હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. મોરબીની આસપાસ આવેલી 75 જેટલી પેપર મિલોમાંથી અમુક તો બંધ થઈ ગઈ છે. બાકીની પેપર મિલો માત્ર 60% ઉત્પાદન ક્ષમતા સાથે જ ચાલી રહી છે. તેવામાં આ ઉદ્યોગમાં રો-મટીરીયલ તરીકે વપરાતા વેસ્ટ પેપરના 750 જેટલા કન્ટેનરો દુબઇ ખાતે ફસાઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું છે કે ડિમાન્ડ ન હોવાના કારણે 4 મિલો તો છેલ્લા એક મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીની મિલો ડચકા ખાતી ખાતી ચાલી રહી છે, એટલે કે 2 દિવસ ચાલે અને ઓર્ડર ન હોય તો 2 દિવસ બંધ રાખવી પડે તેવી સ્થિતિ છે. પેપર મિલોમાં નવા ઉત્પાદન માટે લોકલ અને વિદેશથી આયાત કરેલા વેસ્ટ પેપરનો ઉપયોગ રો-મટીરીયલ તરીકે થાય છે. યુરોપથી આવતો માલ દુબઈના જેબલ અલી પોર્ટ પર શોર્ટિંગ માટે જાય છે અને ત્યાંથી મુંદ્રા પોર્ટ આવે છે. પરંતુ હાલમાં યુદ્ધની સ્થિતિના કારણે GCC, US અને ખાસ કરીને જેબલ અલી પોર્ટ ઉપર આયાત કરેલા વેસ્ટ પેપરના 750 થી 800 જેટલા કન્ટેનરો ફસાઈ ગયા છે. જેના કારણે રો-મટીરીયલનો સ્ટોક દિવસ-રાત ઘટતો જાય છે.મોરબીના સિરામિક ઉદ્યોગના 600 જેટલા કારખાનાઓ અને પેકેજિંગ ઉદ્યોગના મોટાભાગના એકમો હાલ બંધ હોવાથી પેપર મિલોને માલનો ઉપાડ મળતો નથી. કન્ટેનરો ફસાઈ જવાથી રો-મટીરીયલની અછત સર્જાઈ છે. શૈલેષભાઈએ ઉમેર્યું હતું કે, રો-મટીરીયલની અછત વચ્ચે આયાતી વેસ્ટ પેપરના ભાવમાં 25 ડોલરનો વધારો થયો છે અને ઇન્ડિયન લોકલ વેસ્ટના ભાવ પણ વધ્યા છે. જોકે, સામે ઓર્ડર ન હોવાથી અને હરીફાઈના કારણે ફિનિશ માલના ભાવ વધારી શકાતા નથી, જેનાથી ઉદ્યોગકારોને સીધી નુકસાની વેઠવી પડી રહી છેનઆવી કપરી પરિસ્થિતિમાં પણ મિલ ચાલુ હોય કે બંધ, મિલ માલિકોએ બેંકની લોનના EMI, કર્મચારીઓનો પગાર, વ્યાજ અને GEB ના મિનિમમ બિલ ભરવા જ પડે છે, જેનાથી આર્થિક ભારણ ઘણું વધી ગયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #PaperMill #MorbiPaperMill #CeramicIndustry #BusinessNews #GujaratNews #Economy