મોરબી : જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત અનુસાર પીઆઇ આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જોડિયા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 111202025260029/2026 પ્રોહિબિશન કલમ 65AE, 81, 98(2) ના ગુનામાં નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉંમર 22, રહે. મોરબી, લાયન્સનગર જી.ઇ.બી ઓફીસની સામે) અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે આરોપીને ભક્તિનગર સર્કલ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી જોડિયા પોલીસ સ્ટેશનને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલ આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં 3 ગુનાઓ નોંધાયેલા છે:આ સફળ કામગીરી પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ જે.સી.ગોહિલ, એ.એસ.આઇ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, આર્મ એ.એસ.આઇ વિજયદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપભાઇ ગઢવી, રવિભાઇ પટેલ અને અશ્વિનસિંહ સુર દ્વારા કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice #Arrest #ProhibitionCase