70 રક્તદાતાઓએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી: સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સુંદર આયોજનમોરબી : સ્વ. મહેન્દ્રસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પીલુડી ગામમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના વિશેષ સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન જેવા મહાદાનનું આયોજન કરીને પીલુડી ગામના જાડેજા પરિવારે સમગ્ર સમાજને એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે. આ સેવાકીય કાર્યમાં 70 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને સ્વર્ગસ્થને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે નીરુભા જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા તેમજ પીલુડી ગામના જાડેજા પરિવારના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમાં પૂરતો સહકાર આપ્યો હતો.આ તકે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સ્વ. મહેન્દ્રસિંહ જાડેજાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ આ ઉમદા કાર્યમાં સહભાગી થવા બદલ તમામ આયોજકો, રક્તદાતાઓ અને પીલુડી ગામના જાડેજા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#MorbiUpdate #PiludiVillage #BloodDonationCamp #SanskarBloodCenter #MorbiNews #SocialWork #BloodDonation #Morbi