નવલખી ગામ સમસ્ત દ્વારા પાટાવાળી મેલડી માતાજીના મંદિરે ધાર્મિક ઉત્સવ ઉજવાશેમાળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા તાલુકાના નવલખી ગામે સમસ્ત ગામ દ્વારા પાટાવાળી મેલડી માતાજીના સાનિધ્યમાં 'માતાજીનો માંડવો તથા મહાપ્રસાદ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેલડી માતાજીની અસીમ કૃપાથી યોજાનારા આ ધાર્મિક પ્રસંગ અંતર્ગત સંવત 2082 ચૈત્ર વદ-9 ને શનિવાર, તારીખ 11-04-2026 ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સવારના 10-00 કલાકથી મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે માંડવાના દર્શન કરવા તથા પ્રસાદ લેવા માટે નવલખી ગામ સમસ્ત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવ નવલખી સ્થિત પાટાવાળી મેલડી માતાજીના મંદિરે યોજાશે.#Morbi #Maliya #Navlakhi #MeldiMataji #Mandvo #ReligiousNews #MorbiUpdate