મોરબી અને માળિયામાં વિદેશી દારૂના પાંચ દરોડા, 212 બોટલ દારૂ તેમજ 56 બિયર ટીન કબ્જેકચ્છ હાઇવે પર માળીયા નજીક ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક દારૂ ભરેલી સેન્ટ્રો કાર સાથે આરોપીની ધરપકડમોરબી : મોરબી અને માળીયા મિયાણા પોલીસે વિદેશી દારૂના અલગ - અલગ ચાર દરોડામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 204 બોટલ દારૂ તેમજ બિયરના 56 ટીન કબ્જે કર્યા હતા.જેમાં માળીયા મિયાણા પોલીસે કચ્છ હાઇવે પરથી સેન્ટ્રો કાર સાથે આરોપીને દારૂની હેરફેર કરતા દબોચી લીધો હતો.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર ન્યુ હાઉસિંગ બોર્ડમાં રહેણાંકમાં દરોડો પાડી આરોપી ધર્મેન્દ્ર રોહિતભાઈ દેવયતકાને વિદેશી દારૂની બ્રાન્ડેડ લક્ઝુરિયસ તેમજ રેગ્યુલર બ્રાન્ડની 104 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 2,89,810 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂના ધંધામાં આરોપી ઉદયસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર રહે.હાઉસિંગ બોર્ડ તેમજ આરોપી સિદ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા રહે.શક્ત શનાળા વાળાની સંડોવણી ખુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે રવાપર રોડ પર જીજે - 10 - ઇએ - 4329 નંબરના મોટર સાયકલમાં વિદેશી દારૂના 4 ચપલા સાથે નીકળેલા આરોપી સાહિલ સલીમભાઈ મોવર રહે.જુના બસસ્ટેન્ડ, મચ્છીપીઠ મોરબી વાળાને ઝડપી લઈ મોટર સાયકલ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 30,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં અકરમ મહેબૂબભાઈ શાહમદાર રહે.પંચાસર રોડ મોરબી વાળા પાસેથી દારૂ મેળવ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ઓનેસ્ટ હોટલ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતી જીજે - 01- એચએમ - 0110 નંબરની સેન્ટ્રો કાર અટકાવી તલાશી લેતા આરોપી ઘનશ્યામભાઈ ડાયાભાઇ પરમાર રહે.કિડિયાનગર રાપર, કચ્છ વાળાના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 96 બોટલ કિંમત રૂ.1,16,400 મળી આવતા એક લાખની સેન્ટ્રો સહિત કુલ રૂપિયા 2,16,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.ચોથા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસેથી આરોપી દિલીપ મગનભાઈ ધોળકિયા અને મનોજ ધનજીભાઈ ધોળકિયા રહે.શક્ત શનાળા વાળાને જીજે - 36 - એએમ - 2102 નંબરના એક્ટિવામાં બિયરના 48 ટીન કિંમત રૂ.7680 સાથે ઝડપી લઈ એક્ટિવા સહિત રૂ.67,680નો મુદામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં બિયરનો જથ્થો આરોપી નિલેશ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે.શનાળા બાયપાસ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા પોલીસે પાંચમા દરોડામાં નિલેશ ઉર્ફે હકુના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂના 8 ચપલા તેમજ બિયરના 20 ટીન કિંમત રૂપિયા 4560 કબ્જે કર્યા હતા.જો કે, આરોપી હાથ લાગ્યો ન હતો.મહત્વનું છે કે, પોલીસની કાર્યવાહીમાં ન્યુ હાઉસિંગ બોર્ડમાં સતત ત્રીજા દિવસે દારૂનો જથ્થો મળી આવ્યો હતો.