બેદરકારી દાખવનાર સામે થશે કાર્યવાહીમોરબી: મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવી શકાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના તમામ કારખાના, ખેતી, બાંધકામ અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા એકમોએ તેમના પરપ્રાંતીય કામદારો, ખેત શ્રમિકો અને ભાડુઆતોની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત કરવામાં આવી છે.07 દિવસમાં વિગતો નોંધાવવી રહેશે ફરજિયાતજાહેરનામા અનુસાર, મોરબી જિલ્લામાં કાર્યરત તમામ કારખાનેદારો, બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને ખેતી સાથે સંકળાયેલા માલિકોએ તેમના ત્યાં કામ કરતા કાયમી, હંગામી કે કોન્ટ્રાક્ટના કર્મચારીઓની વિગતો 07 દિવસમાં પોલીસને સોંપવાની રહેશે. આ સાથે શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખના પુરાવા જેવા કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે રેશન કાર્ડ મેળવી તેનું વેરિફિકેશન કરાવવું પણ અનિવાર્ય છે.ભાડુઆત અને ભાગીયાઓની માહિતી પણ આપવી પડશેમાત્ર કારખાના જ નહીં, પરંતુ મકાન ભાડે આપનાર માલિકોએ પણ ભાડુઆતનું નામ, વતનનું સરનામું અને મકાન ભાડે આપ્યાની તારીખ સહિતની વિગતો નિયત ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. ખેત શ્રમિકો કે ભાગીયા રાખતા ખેડૂતોએ પણ આ વિગતોનું રજિસ્ટર અથવા સીડી તૈયાર કરી 'સિટીઝન ફર્સ્ટ' મોબાઈલ એપ પર રજિસ્ટ્રેશન કરાવી તેની હાર્ડ કોપી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે.ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થાજિલ્લાની સુરક્ષાને ધ્યાને રાખી શ્રમિકોની માહિતી સાચી અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લિંક અથવા play.google.com આ લીંક પરથી એપ ઇન્સ્ટોલ કરી રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામું 31/05/2026 સુધી અમલી રહેશે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓના કર્મચારીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ ખાનગી ક્ષેત્રના તમામ એકમોએ આ આદેશનું પાલન કરવું પડશે.#Morbi #MorbiUpdate #PublicNotice #PoliceVerification #LaborRegistration #MorbiNews #GujaratPolice