મોરબીના સામાકાંઠે આવેલું આ વૃક્ષનું આયુર્વેદમાં પણ છે વિશેષ મહત્વ : પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કરે આપી માહિતીમોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં કુદરતનો અણમોલ ખજાનો કહી શકાય તેવી દુર્લભ વનસ્પતિ ‘વાયવરણો’ (વરુણ) જોવા મળી છે. મયુર નેચર ક્લબના જિતેન્દ્ર ઠક્કર દ્વારા આ વનસ્પતિની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી છે. સામાન્ય રીતે ઓછી જોવા મળતી આ વનસ્પતિ તેના અનેકવિધ ઔષધીય ગુણો માટે જાણીતી છે.કેન્સર અને ગાંઠ જેવી બીમારીઓમાં ઉપયોગીવાયવરણો અથવા વરુણ નામની આ વનસ્પતિ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જિતેન્દ્ર ઠક્કરના જણાવ્યા મુજબ, અમુક પ્રકારના કેન્સર અને શરીરમાં થતી વિવિધ ગાંઠોના ઉપચારમાં વૈદ્ય લોકો આ વનસ્પતિમાંથી બનેલી ‘વરુણ ઘન’ નામની ગોળીનો ઉપયોગ કરતા હોય છે. હાલ આ ઝાડ પર ફૂલોની સીઝન હોવાથી અસંખ્ય મધમાખીઓ પણ પરાગરજ માટે અહીં ઉમટી પડે છે.બિલીપત્ર જેવા ત્રણ પાન અને આકર્ષક ફૂલોદેખાવમાં આ વનસ્પતિના પાન બિલીપત્ર જેવા જ હોય છે, જેમાં ત્રણ પાનનો સમૂહ જોવા મળે છે. જોકે, બિલીપત્રના પાન થોડા ટૂંકા હોય છે જ્યારે વાયવરણોના પાન સહેજ પહોળા હોય છે. વસંત ઋતુમાં આ ઝાડ સફેદ અને આછા પીળા રંગના ફૂલોથી લચી પડે છે, જે દૂરથી જોતા સોનાના ઝાડ જેવું આકર્ષક લાગે છે. મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આ દુર્લભ વનસ્પતિ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.#Morbi #MorbiUpdate #Nature #Ayurveda #RarePlant #VarunTree #Health #NatureLover #GujaratNews #Environment