ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળ અને RO ની વિગતો જાહેર: પ્રથમ દિવસે દરેક RO પાસેથી સરેરાશ 2 થી 3 ફોર્મ ઉપડ્યામોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આજે દરેક RO (રીટર્નીંગ ઓફિસર) પાસેથી સરેરાશ 2 થી 3 ફોર્મ ઉપડ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રો સ્વીકારવા માટે દરેક મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અલગ-અલગ સ્થળો અને RO ની નિમણૂક કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે.મોરબી મહાનગરપાલિકા:● વોર્ડ નં. 1 થી 4 માટે ઉમંગ પટેલ (નાયબ કલેક્ટર - 1, મોરબી) રૂમ નં. 103, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ફોર્મ સ્વીકારશે.● વોર્ડ નં. 5 થી 9 માટે પ્રવિણસિંહ જેતાવત (પ્રાંત અધિકારી, મોરબી) પ્રાંત અધિકારીની કચેરી, રૂમ નં. 103, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 ખાતે ફોર્મ સ્વીકારશે.● વોર્ડ નં. 10 થી 13 માટે એચ.જે ગોહિલ (જિલ્લા પુરવઠા અધિકારી, મોરબી) જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, મોરબી રૂમ નં. 142, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, સો-ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે ફોર્મ સ્વીકારશે.નગરપાલિકાઓ:● ટંકારા નગરપાલિકાના તમામ વોર્ડ માટે સંજય માલસ્તર (પ્રાદેશિક અધિકારી, જી.પી.સી.બી., મોરબી) પ્રથમ માળ, નગર સેવા સદન, નગરપાલિકા કચેરી, ટંકારા ખાતે ફોર્મ સ્વીકારશે.● વાંકાનેર નગરપાલિકાના તમામ વોર્ડ માટે વિ.ડી.સાકરીયા (પ્રાંત અધિકારી, વાંકાનેર) પ્રાંત અધિકારીની ચેમ્બર, તાલુકા સેવા સદન-વાંકાનેર, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ફોર્મ સ્વીકારશે.● માળીયા (મીં) નગરપાલિકાના તમામ વોર્ડ માટે જે.આર.જાડેજા (મદદનીશ શ્રમ આયુક્ત, મોરબી) રૂમ નં. 2, પ્રથમ માળ, નગરપાલિકા, માળીયા (મીં) ખાતે ફોર્મ સ્વીકારશે.મોરબી જિલ્લા પંચાયત:● મોરબી તાલુકા માટે જે. એસ. વાઢેર (ભુસ્તરશાસ્ત્રી, મોરબી) રૂમ નં. 228, મીટીંગ હોલ, બીજો માળ, લાલબાગ, તાલુકા સેવા સદન, મોરબી ખાતે ફોર્મ સ્વીકારશે.● વાંકાનેર તાલુકા માટે અતુલ છાસીયા (નાયબ નિયામક, અનુ.જાતિ વિભાગ, મોરબી) રૂમ નં. 111, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, રાજકોટ રોડ, મામલતદારની કચેરી, વાંકાનેર ખાતે ફોર્મ સ્વીકારશે.● હળવદ તાલુકા માટે ધાર્મિક ડોબરીયા (પ્રાંત અધિકારી, હળવદ) મીટીંગ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, હળવદ, રેસ્ટ હાઉસ પાછળ, હળવદ ખાતે ફોર્મ સ્વીકારશે.● માળીયા તાલુકા માટે વી. બી. માંડલીયા (આયોજન અધિકારી, મોરબી) રૂમ નં. 2, ગ્રાઉન્ડ ફ્લોર, તાલુકા પંચાયત કચેરી- માળીયા(મીં.) ખાતે ફોર્મ સ્વીકારશે.● ટંકારા તાલુકા માટે એસ. સી. ભટ્ટ (નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી) રૂમ નં. 1, ગ્રાઉન્ડ ફ્લોર, તાલુકા પંચાયત કચેરી, ટંકારા, લતીપર રોડ- ટંકારા ખાતે ફોર્મ સ્વીકારશે.તાલુકા પંચાયતો (તમામ મતદાર મંડળ):● મોરબી તાલુકા પંચાયત માટે જે.પી. વણપરીયા (તાલુકા વિકાસ અધિકારી, મોરબી) ચેમ્બર, રૂમ નં. 1, તાલુકા પંચાયત કચેરી, મોરબી ખાતે ફોર્મ સ્વીકારશે.● મોરબી તાલુકા પંચાયત માટે સી. આર. નિમાવત (મામલતદાર, મોરબી ગ્રામ્ય) મામલતદારની ચેમ્બર, રૂમ નં. 2, મામલતદાર કચેરી, મોરબી(ગ્રામ્ય), લાલબાગ, તાલુકા સેવા સદન, મોરબી ખાતે ફોર્મ સ્વીકારશે.● ટંકારા તાલુકા પંચાયત માટે પી.એન.ગોર (મામલતદાર, ટંકારા) મામલતદારની ચેમ્બર, મામલતદાર કચેરી, ટંકારા, રાજકોટ-મોરબી હાઇવે, ટંકારા ખાતે ફોર્મ સ્વીકારશે.● ટંકારા તાલુકા પંચાયત માટે જી. પી. ભીમાણી (તાલુકા વિકાસ અધિકારી, ટંકારા) રૂમ નં. 3, ગ્રાઉન્ડ ફ્લોર, તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર, તાલુકા પંચાયત કચેરી, ટંકારા, લતીપર રોડ, ટંકારા ખાતે ફોર્મ સ્વીકારશે.● માળીયા મિ. તાલુકા પંચાયત માટે એચ. સી. પરમાર (મામલતદાર, માળીયા મિ) રૂમ નં. 8, પ્રથમ માળ, મામલતદાર કચેરી, માળીયા(મીં) ખાતે ફોર્મ સ્વીકારશે.● માળીયા મિ. તાલુકા પંચાયત માટે પી. એમ. સાવલીયા (ઇ.ચા. ટી.ડી.ઓ.માળીયા મીં) તાલુકા વિકાસ અધિકારી, માળીયા(મીં)ની ચેમ્બર, તાલુકા પંચાયત કચેરી, માળીયા (મીં) ખાતે ફોર્મ સ્વીકારશે.● વાંકાનેર તાલુકા પંચાયત માટે કે.વી.સાનીયા (મામલતદાર, વાંકાનેર) રૂમ નં. 101, પ્રથમ માળ, મામલતદારની ચેમ્બર, તાલુકા સેવા સદન, રાજકોટ રોડ, મામલતદારની કચેરી, વાંકાનેર ખાતે ફોર્મ સ્વીકારશે.● વાંકાનેર તાલુકા પંચાયત માટે આઇ. એ. પરાસરા (ઇ.ચા. ટી.ડી.ઓ.,વાંકાનેર) તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર, તાલુકા પંચાયત કચેરી, વાંકાનેર ખાતે ફોર્મ સ્વીકારશે.● હળવદ તાલુકા પંચાયત માટે પી.એસ.ગઢવી (તાલુકા વિકાસ અધિકારી, હળવદ) મીટીંગ હોલ, તાલુકા પંચાયત કચેરી, હળવદ ખાતે ફોર્મ સ્વીકારશે.● હળવદ તાલુકા પંચાયત માટે નીધીબેન રાઠોડ (મામલતદાર, હળવદ) પ્રથમ માળ, મામલતદારની ચેમ્બર, મામલતદાર કચેરી, હળવદ ખાતે ફોર્મ સ્વીકારશે.#MorbiUpdate #MorbiElections #GujaratElections #LocalBodyElections #MorbiNews #MorbiJillaPanchayat