ખાનગી કંપનીને ગેરકાયદેસર અપાતા પાણી કનેક્શનની તપાસ કરવા મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆતટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગ્રામ પંચાયતના સરપંચ પંકજભાઈ અમરશીભાઈ ભાગિયા દ્વારા મુખ્યમંત્રી, સિંચાઈ વિભાગના સચિવ અને મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં મિતાણા નદી અને ડેમનું પાણી માત્ર ખેતીના હેતુ માટે જ અનામત રાખવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.ખેડૂતો માટે પાણીની અછત, છતાં કારખાનાઓને જલસારજૂઆતમાં જણાવાયું છે કે, ભૂતકોટડા ગ્રામ પંચાયત વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારિત છે અને અહીંના ખેડૂતો સંપૂર્ણપણે મિતાણા નદી તથા ડેમના પાણી પર નિર્ભર છે. હાલની પરિસ્થિતિ મુજબ, મિતાણા નદી અને ડેમમાં ચોમાસા તથા શિયાળાની ઋતુમાં પણ ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ હોતું નથી. આમ છતાં, આ પાણીનો ઉપયોગ ઉદ્યોગો અને કારખાનાઓ માટે કરવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોના હિત વિરુદ્ધ છે અને ગંભીર ચિંતાનો વિષય છે.પાઇપલાઇનનું કૌભાંડ: ખેતરમાં પાણી લાવી ફેક્ટરીમાં ઘુસાડાય છેસરપંચ પંકજભાઈ ભાગિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મિતાણા ડેમ સામે આવેલ ઇન્વોલ્ટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ગેરકાયદે રીતે પાણી આપવામાં આવી રહ્યું છે. કેટલીક વ્યક્તિઓ દ્વારા નદી અને ડેમમાંથી પાણી ઉપાડી પહેલા પોતાના ખેતરમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ જમીન નીચે પાઇપલાઇન દ્વારા આ પાણી ફેક્ટરી સુધી પહોંચાડવામાં આવે છે. પંચાયતે આ પ્રવૃત્તિને તદ્દન ગેરકાયદેસર ગણાવી છે.ભૂતકોટડા ગ્રામ પંચાયતની 4 મુખ્ય માંગણીઓ1. મિતાણા નદી તથા ડેમનું પાણી ફક્ત અને ફક્ત ખેતી હેતુ માટે જ અનામત રાખવામાં આવે.2. કોઈપણ ઉદ્યોગ, કારખાના અથવા ખાનગી સંસ્થાને આ પાણી આપવાની મંજૂરી આપવામાં ન આવે.3. મિતાણા ડેમ સામે આવેલ Involt Energy Pvt. Ltd. ને આપવામાં આવેલી તમામ પાણી સંબંધિત મંજૂરીઓની તાત્કાલિક તપાસ કરી, જો ગેરરીતિ જણાય તો મંજૂરી તરત જ રદ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.4. પાણી પુરવઠા/સિંચાઈ વિભાગ દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવે કે ભવિષ્યમાં મિતાણા નદી અને ડેમનું પાણી ઉદ્યોગોને આપવામાં નહીં આવે.જો આ બાબતે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોની ખેતીની જમીન સૂકી અને બિનઉપયોગી બની જવાની શક્યતા છે, જે ખેડૂતો માટે અત્યંત ગંભીર પરિસ્થિતિ ઊભી કરશે તેવી દહેશત અંતમાં વ્યક્ત કરવામાં આવી છે.#Tankara #Bhootkotda #Morbi #MorbiUpdate #FarmersProtest #WaterCrisis #MitaanaDam #Agriculture #GujaratNews #LocalNews