આગામી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે : હજુ એક પણ ફોર્મ ભરાઈને પરત ન આવ્યુંમોરબી : મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આજે 6 એપ્રિલના રોજ ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ મોરબીમાં પણ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં પ્રથમ દિવસે જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે પ્રથમ દિવસે મોરબી મહાનગરપાલિકામાં કુલ 59 જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. જોકે, ફોર્મ લેવા માટે પડાપડી થઈ હોવા છતાં, આજે પ્રથમ દિવસે મહાપાલિકા કે જિલ્લામાં ક્યાંય એકપણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. આગામી દિવસોમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વેગ આવશે. બીજી તરફ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા અત્યારે ફોર્મ મેળવવાની અને દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.ચૂંટણીનો કાર્યક્રમ:● 11 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ● 13 એપ્રિલ: ફોર્મની ચકાસણી● 15 એપ્રિલ: ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ● 26 એપ્રિલ: મતદાન (રવિવાર)● 28 એપ્રિલ: મતગણતરી અને પરિણામ#MorbiUpdate #LocalElections #GujaratElections #PanchayatElections #ElectionSchedule #MorbiNews #GujaratPolitics #VotingDay #Election2026