સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખને રૂબરૂ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરીમોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 3 ના ભાજપના કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયાને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે. આ રજૂઆતમાં વોર્ડ નંબર 3ની ઓબીસી અનામત સીટ પર સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે.આ પત્રમાં કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે વોર્ડ નંબર 3 ની ઓબીસી અનામત સીટ માટે આ વોર્ડમાંથી ઘણા લોકોએ દાવેદારી નોંધાવી છે. પરંતુ, સ્થાનિક ન હોવા છતાં બીજા વોર્ડના લોકોએ પણ અહીંથી દાવેદારી કરી છે. ત્યારે જો આ વોર્ડમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો સ્થાનિક કાર્યકર્તાઓ તેનો સખત વિરોધ કરશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.કાર્યકર્તાઓનું રજૂઆતમાં કહેવું છે કે વોર્ડ નંબર 3 માં પક્ષને કાયમ સમર્પિત અને પાયાના અનેક સ્થાનિક કાર્યકર્તાઓ છે. આથી, આવા કાર્યકર્તાઓને ટિકિટ મળે તેવી વોર્ડના ભાજપના કાર્યકર્તાઓ અને બક્ષીપંચના લોકોની લાગણી છે. સ્થાનિક કાર્યકર્તાઓમાંથી ગમે તેને ટિકિટ મળશે તો વોર્ડના તમામ કાર્યકર્તાઓ સહમત રહેશે.#Morbi #MorbiUpdate #BJP #WardNumber3 #MorbiPolitics #OBCSeat #GujaratPolitics