પોલીસે 288 બોટલ વિદેશી દારૂ અને કાર સાથે એકને ઝડપ્યોહળવદ: હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે પોલીસે એક ઇક્કો સ્પોર્ટ્સ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 2,56,800ની કિંમતની દારૂની બોટલો અને કાર મળી કુલ 5,56,800નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે રોડ પરથી પસાર થતી સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ્સ કાર (રજી. નં. GJ 36 F 9267) ને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 288 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને 3,00,000ની કિંમતની કાર મળી કુલ 5,56,800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પકડાયેલ આરોપીનું નામ: • જયરાજભાઇ દિલુભાઇ ઉર્ફે દિલીપભાઇ બોરીચા/કાઠી દરબાર (રહે. ગામ કળમાદ, તા. મુળી, જી. સુરેન્દ્રનગર)કબજે કરેલ મુદ્દામાલની વિગત: • વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 288 બોટલ (કિંમત 2,56,800) • ઇક્કો સ્પોર્ટ્સ કાર (રજી. નં. GJ 36 F 9267, કિંમત 3,00,000) • કુલ મુદ્દામાલ કિંમત: 5,56,800આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા હળવદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #Halvad #PoliceAction #LiquorSeized #GujaratPolice #CrimeNews #ProhibitionDrive #HalvadPolice