મોરબી : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક આવેલ રાણેકપર ગામના તળાવમાં સાંજના સમયે એક મૃતદેહ જોવા મળતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.મોરબી ફાયર વિભાગે ભારે જહેમત બાદ કલાકો બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપી આપતા પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જો કે, મૃતક અંગેની કોઈ વિગતો સામે આવી નથી.