આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કાર્યકરોને માર્ગદર્શન અપાયુંમોરબી : ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે 6 એપ્રિલ 2026 ના રોજ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ થવા આહ્વાનકાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ભારતીય જનતા પાર્ટીની 47 વર્ષની સંઘર્ષમય અને ગૌરવશાળી યાત્રાને યાદ કરી હતી. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે તેમણે કાર્યકરોને અત્યારથી જ સજ્જ થઈ, ભાજપના વિજય રથને નવી ઊંચાઈએ લઈ જવા માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના દરેક કાર્યકર્તા માટે “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ” એ માત્ર સૂત્ર નહિ પણ કાર્યશક્તિનો આધાર છે.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ભાજપ વંશવાદ પર ચાલતો પક્ષ નહિ, પરંતુ જ્યાં એક સામાન્ય કાર્યકર્તા પણ દેશનો વડાપ્રધાન બની શકે તેવી સાચી લોકશાહીનો પક્ષ છે. જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ ઉમેર્યું હતું કે, ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે જનસેવા કરવાનું માધ્યમ છે.કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોઆ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ હંસાબેન પારેઘી, પૂર્વ પ્રમુખ રઘુભાઈ ગડારા, પ્રદીપ વાળા, તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં મોરબી જિલ્લાના તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, વિવિધ મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તથા તાલુકા, જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો તેમજ કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.વાંકાનેર કાર્યાલયે પણ ઉજવણી કરાઈઆ ઉપરાંત 06/04/2026 ના રોજ વાંકાનેર ખાતે પૂર્ણચંદ્ર બોર્ડિંગ સ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યાલયે પણ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ હાથમાં ભાજપના ઝંડા ધારણ કરી “ભારત માતા કી જય” ના ગુંજતા નારાઓ સાથે દેશભક્તિનો જોરદાર માહોલ સર્જ્યો હતો.આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ચતુરભાઈ મકવાણા, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મુંધવા, શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી દિપકસિંહ ઝાલા તથા અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શહેર ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ દેગામા, સેવા કેન્દ્ર સંચાલક મૂળજીભાઈ ગેડીયા, ધરમશીભાઈ, ક્રિપાલસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, વિનોદભાઈ રાઠોડ, ઋષિરાજસિંહ ઝાલા, ગીરીશભાઈ સરેસા તેમજ અન્ય તમામ કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહીને આ કાર્યક્રમને ઉત્સવભેર સફળ બનાવ્યો હતો.#Morbi #MorbiUpdate #morbibjp #vankanerbjp #BJPFoundationDay #BJP47thFoundationDay #GujaratBJP #MorbiNews