વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાંથી ગત તા.27 માર્ચના રોજ ફરિયાદી જફરુદીનભાઈ અલીભાઈ શેરસિયા ઉ.35 રહે.કોઠી ગામ વાંકાનેર વાળાનું જીજે - 03 - એફએલ - 1359 નંબરનું ડ્રિમ યુગા મોટર સાયકલ કિંમત રૂ.25 હજાર વાળું ચોરી થઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.