મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1996 અને 1997માં નોંધાયેલા લૂંટ તથા લૂંટની કોશિશના બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 30 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર આરોપીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.ગુપ્ત બાતમીના આધારે મધ્યપ્રદેશમાં તપાસપેરોલ ફર્લો સ્ક્વોડના HC જયેશભાઈ વાઘેલા અને PC બ્રિજેશભાઈ કાસુંદ્રાને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુના નંબર 131/1996 અને 11/1997માં સંડોવાયેલ આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઈ ભીલવાલ હાલ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મંડલી મોટી ગામે તેના રહેણાંક મકાને હાજર છે.30 વર્ષ બાદ કાયદાના સકંજામાંચોક્કસ હકીકતના આધારે પોલીસ ટીમે મધ્યપ્રદેશ પહોંચી આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઈ ભીલવાલ (ઉંમર 49) ને મંડલી બડી મેડા ફળીયા ખાતેથી દબોચી લીધો હતો. આ આરોપી છેલ્લા 30 વર્ષ જેવા લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. ઝડપાયેલા આરોપીને હસ્તગત કરી મોરબી લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.કામગીરી કરનાર ટીમઆ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એમ.પી. પંડ્યા, પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. વી.જી. માલાણી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનો સ્ટાફ જોડાયેલો હતો.#Morbi #MorbiPolice #CrimeNews #LootAccused #MPNews #GujaratPolice #MorbiUpdate