મૃતક આધેડ મજૂરી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કાળ ભેટ્યો, અન્ય એક યુવાનને ગંભીર ઇજામોરબી: મોરબી- માળિયા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટીંબડીના પાટિયા પાસે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઈકને અડફેટે લેતા એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.મળતી વિગતો મુજબ, ત્રાજપરની નીલકંઠ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય ખોડાભાઈ કાનજીભાઈ રંધાણીયા પોતાના સાથીદારો સાથે બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ટીંબડી પાટિયા પાસે એક ટ્રકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ખોડાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.બાઈક પર સવાર અન્ય 30 વર્ષીય યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે. ખોડાભાઈ લોડિંગ મજુરીનું કામ કરતા હતા અને મજુરી કામ પતાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.#Morbi #Accident #MorbiUpdate #Highway #TimdiPatiya #BreakingNews #Gujarat #RoadSafety