ટંકારા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની વિધિવત પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ટિકિટ મેળવવા માટે ખેંચતાણ અને સમીકરણો વચ્ચે ટંકારાનું રાજકારણ ગરમાયું છે. રાજકીય ગલીઓમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ છે કે કોને ટિકિટ મળશે અને કોનું પતું કપાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે દિગ્ગજ નેતાઓ જનસમર્થન ધરાવે છે પરંતુ જો તેમને પક્ષમાંથી ટિકિટ નહીં મળે, તો તેઓ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રથમ દિવસે ફોર્મ મેળવવા ધસારો● મોરબી જિલ્લા પંચાયત (3 બેઠક): આજે કુલ 3 ફોર્મ ઉપડ્યા છે.● ટંકારા તાલુકા પંચાયત (16 બેઠક): આજે કુલ 6 ફોર્મનો ઉપાડ થયો છે.● ટંકારા નગરપાલિકા (24 બેઠક): પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ભારે ઉત્સાહ વચ્ચે 15 ફોર્મ ઉપડ્યા છે.નોંધનીય છે કે, ફોર્મનો ઉપાડ થયો હોવા છતાં હજુ સુધી સત્તાવાર રીતે કોઈએ ઉમેદવારી નોંધાવી નથી.*બસપાની એન્ટ્રીથી રાજકીય પંડિતો ચોંક્યાઆ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર બહુજન સમાજ પાર્ટી (BSP) દ્વારા જોવા મળ્યો છે. ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ બસપાએ એકસાથે 9 ફોર્મ ઉપાડતા રાજકીય ગણિતો બદલાયા છે. હવે અહીં ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા, અન્ય પક્ષો અને અપક્ષો વચ્ચે બહુકોણીય જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.