ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં આવેલ નીલકંઠ નામના કારખાનામાં કામ કરતા ચંદનસિંહ રામપ્રસાદ બંસકાર ઉ.40 નામના શ્રમિક ગત તા.31ના રોજ રાત્રીના સમયે કુલર પાસે પાણી પીવા જતા અચાનક ચક્કર આવી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.