મોરબી : માળીયા મિયાણાથી કાજરડા ગામ તરફ જવાના રસ્તે ઈંડા અને મરઘી વેચવાનો ધંધો કરતા મહેબુબભાઈ મુસાભાઈ કાજેડીયા રહે.કાજરડા વાળા પર મોસીન નુરાલી મોવર, વલીમહંમદ નુરાલી મોવર અને આરોપી ફારૂક નુરાલી મોવર રહે.માળીયા ત્રણ રસ્તા વાળાઓએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.વધુમાં ફરિયાદી ઈંડા - મરઘીનો ધંધો કરતા હોય જે વાત આરોપીઓને ગમતી ન હોય હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર કરાયું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધ તપાસ શરૂ કરી છે.