પ્રદેશ કોંગ્રેસ દ્વારા અલગ અલગ વોર્ડના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત: 52 માંથી 23 ઉમેદવારો મેદાનમાંમોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દરેક પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત છે, ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી મહાનગરપાલિકાના વિવિધ વોર્ડ માટે વધુ 11 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ 11 ઉમેદવારોના નામની જાહેરાત થતાં, મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા કુલ 23 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.પ્રદેશ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલા તમામ 23 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:વોર્ડ નં. 1: કૈલાશબેન સાકાભાઈ વેરાણા, દિનેશભાઈ કલાભાઈ શેરસિયા (કાકુભાઈ)વોર્ડ નં. 2: જુમાભાઈ સુમરાવોર્ડ નં. 3: ડો. પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયાવોર્ડ નં. 5: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, અમિતભાઈ મનુભાઈ ભોજવિયા, વિજયાબેન અમરશીભાઈ મકવાણાવોર્ડ નં. 6: દમયંતિબેન નિરંજની, કલ્પેશભાઈ રાજેશભાઈ સેતાવોર્ડ નં. 7: ટાંક હિરલબેન તેજશભાઈવોર્ડ નં. 8: મીનાક્ષીબેન મનહરભાઈ પટેલ, હાજીભાઈ અકબરભાઈ કોરડીયા, બલવંતભાઈ ચતુરભાઈ ધુમલીયાવોર્ડ નં. 9: જયેશભાઈ શાંતિલાલ કાલરીયા, જ્યોત્સનાબેન જિતેન્દ્રભાઈ જાલરીયાવોર્ડ નં. 10: ભાવિનભાઈ વાલમજીભાઈ ફેફર, પરમાર દિપકભાઈ અરજણભાઈવોર્ડ નં. 11: વંદનાબેન કરણભાઈ કાસુન્દ્રાવોર્ડ નં. 12: જગદીશભાઈ રમેશભાઈ સોનાગ્રાવોર્ડ નં. 13: ટીવિંકલબેન સી. મકવાણા, કંચનબેન રતિલાલ જાદવ, વિનોદભાઈ નકુમ, ઇમરાનભાઈ સોલંકી#Morbi #MorbiMahanagarpalika #Congress #Election #Candidates #MorbiUpdate #GujaratPolitics #