કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા માર્ગદર્શન આપશે: શક્ત શનાળા ખાતે આવેલા કમલમ કાર્યાલયે સાંજે 4 વાગ્યે કાર્યક્રમ યોજાશેમોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 6 એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, 6 એપ્રિલ ને સોમવારના રોજ સાંજે 4:00 વાગ્યે શક્ત શનાળા ખાતે આવેલા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા ખાસ ઉપસ્થિત રહેશે અને તમામ કાર્યકર્તાઓને પોતાનું માર્ગદર્શન પૂરું પાડશે.મોરબી જિલ્લા ભાજપ અંતર્ગત આવતા તમામ મંડળોના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.#Morbi #BJP #FoundationDay #Kamalam #BabubhaiJebaliya #MorbiUpdate #GujaratPolitics #MorbiNews