મોરબી : મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચેરીટી ભવન નજીક અને ગુજરાત ગેસના CNG પંપ પાસે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.એક કલાકથી આગનું તાંડવ, ધુમાડાના ગોટેગોટા દેખાયાસ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઇવે પર આવેલા ખરાબાની જગ્યામાં જ્યાં નગરપાલિકા દ્વારા સુકો કચરો નાખવામાં આવે છે, ત્યાં અચાનક આગ લાગી હતી. પવનને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આસપાસના સુકા વૃક્ષો તેમજ બાવળ પણ આગની લપેટમાં આવી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયતઆગ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. નોંધનીય છે કે આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ ન્યુ પેલેસમાં આગ લાગ્યા બાદ મોરબીમાં આગની આ બીજી ઘટના સામે આવી છે. #Morbi #Fire #MorbiRajkotHighway #FireBrigade #MorbiUpdate #Accident #GujaratNews #LiveUpdate