શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ કરાતું હતું, 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તમોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે એચ.એમ. એન્ટરપ્રાઇઝમાંથી બિનઅધિકૃત શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો 29000 લીટર જથ્થો પકડી પાડવામાં ગુજરાત પોલીસ, મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રેડ દરમિયાન કુલ 48,33,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 5 ઇસમોની અટકાયત કરી છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને પોલીસ અધિક્ષક મોરબીની સુચના અન્વયે મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ વી.જી.માલાણીની ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, માલકીયા હોટલ નજીક એચ.એમ. એન્ટરપ્રાઇઝમાં 'મી માય ઇકો એનર્જી ઇન ડીઝલ' નામના પંપનો સંચાલક પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર રીતે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બહારથી ટેન્કર મારફતે મંગાવી તેની સ્ટોરેજ ટાંકીમાં એકત્ર કરે છે. ત્યારબાદ બહારથી આવતી ટ્રકોમાં ઇંધણ તરીકે પૂરી તેનું વેચાણ કરે છે અને હાલમાં આ સ્થળે આ જથ્થો ભરેલું એક ટેન્કર આવેલ છે. આ સચોટ હકીકત મળતા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડા અને વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હકીકતવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પંપના સંચાલક અજીતસિંહ નવધણસિંહ જાડેજા સહિત 5 શખ્સો બીલ કે આધાર પુરાવા વગરના 48,33,500 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બી.એન.એસ.એસ. કલમ-106(1) મુજબ તમામ મુદ્દામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત:- ટેન્કર નંબર GJ12AZ9781 માં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી આશરે 17000 લીટર (કિંમત રૂ. 13,60,000) - ભોંયતળીયે ટાંકીમાં ભરેલ જ્વલનશીલ પ્રવાહી આશરે 12000 લીટર (કિંમત રૂ. 9,60,000) - ટેન્કર વાહન નંબર GJ12AZ9781 (કિંમત રૂ. 25,00,000) - વાદળી કલરનો પાઇપ (કિંમત રૂ. 500) - ઇલેકટ્રીક મોટર સહિતનો લીલા કલરનો પાઇપ (કિંમત રૂ. 3000) - 2 મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000) - ટેન્કરનો ગેટ પાસ, ઇલેક્ટ્રીક બીલ અને ભાડાખતની નકલ પકડાયેલ આરોપીઓના નામ:- અજીતસિંહ નવધણસિંહ જાડેજા (રહે. કનકનગર સોસાયટી, રાજકોટ - પંપ સંચાલક) - રવિભાઇ દાદભાઇ ધાધલ (રહે. નવાગામ, સાત હનુમાન મંદિર પાસે, રાજકોટ) - નરેન્દ્રભાઇ પ્રવિણચંદ્ર જોષી (રહે. નવાગામ સ્લમ ક્વાર્ટર મકાન નં-39, રાજકોટ) - નયનભાઇ મોહનભાઇ મકવાણા (રહે. નવાગામ, આણંદપર, રાજકોટ) - નયનભાઇ વિજયભાઇ વાળા (રહે. નવાગામ, આણંદપર, રાજકોટ) કામગીરી કરનાર પોલીસ ટીમ:આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા, એલ.સી.બી. ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યા, પીએસઆઇ વી.જી.માલાણી તેમજ એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ અને વાંકાનેર તાલુકા પોલીસનો સ્ટાફ જોડાયો હતો. #MorbiUpdate #MorbiPolice #CrimeBranchMorbi #Wankaner #LCBMorbi #FakeDieselScam #GujaratPolice #MorbiCrimeNews