સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે: રવાપર-ઘુનડા રોડ પર સનસીટી ગ્રાઉન્ડ ખાતે કથા યોજાશેમોરબી : હનુમાન ચાલીસા કથા મોરબી દ્વારા મોરબીમાં હનુમાન ચાલીસા 'જીવન પરિવર્તનની આંધી' યુવા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા આગામી 18 એપ્રિલથી 24 એપ્રિલ, 2026 સુધી ચાલશે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ યુવા કથામાં સાળંગપુરધામના (અથાણાવાળા) હરિપ્રકાશદાસજી સ્વામી વક્તા તરીકે ઉપસ્થિત રહીને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ રાત્રે 8:30 થી 11:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથાનું ભવ્ય આયોજન સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.જે ભાવિક ભક્તો રૂબરૂ કથા શ્રવણનો લાભ ન લઈ શકે તેમના માટે સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ સ્વામિનારાયણ યુટ્યુબ ચેનલ, સાળંગપુર યુટ્યુબ ચેનલ અને સદ્દવિદ્યા ટીવી પર કરવામાં આવશે. કથા અંગે વધુ માહિતી મેળવવા માટે સંપર્ક નંબર 98255 00007, 99793 23690, 99132 33333 અને 99253 60244 પર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબીની ધર્મપ્રેમી જનતાને આ યુવા કથાનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #HanumanChalisa #YuvaKatha #HariprakashdasjiSwami #Salangpurdham #MorbiUpdate #ReligiousEvent #MorbiNews