2થી 3 રૂમમાં આગથી નુકસાન : ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો: સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળીમોરબી : મોરબીમાં સામાકાંઠે આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ન્યૂ પેલેસના 1 લા માળે આગ લાગી હતી. આગની જાણ થતાં જ તાત્કાલિક 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, 1 લા માળે લાગેલી આ આગના કારણે 2 થી 3 રૂમમાં નુકસાન પહોંચ્યું છે. જોકે, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી. હાલમાં કોઈ આગ કે ધુમાડો દેખાતો નથી અને સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું ન્યૂ પેલેસના અધિકારીએ જણાવ્યું છે. કુલ કેટલી નુકસાની થઈ છે તેનો ચોક્કસ અંદાજ હજુ સુધી મળી શકાયો નથી.#Morbi #MorbiUpdate #NewPalaceFire #MorbiNews #FireB