ગૌશાળામાં દાતાઓના સહયોગથી નવા શેડનું નિર્માણ અને ઘાસચારાની વ્યવસ્થા કરાઈ: ટ્રસ્ટી મંડળે દાતાઓનો આભાર વ્યક્ત કર્યોમોરબી: મોરબીના ખાનપર પાસે આવેલી મેલડીધામ ગૌશાળા ખાતે સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મોરબીની જનતા દ્વારા મળેલા ઉદાર હાથે દાન અને સનાતન ધૂન મંડળના વિશેષ સહયોગથી ગૌશાળામાં આ વર્ષે ગાયો માટે નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સફળતાની ખુશીમાં ગૌશાળા પરિસરમાં સનાતન ધૂન મંડળ દ્વારા ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધૂન મંડળના સભ્યોએ ભક્તિભાવ સાથે ગૌસેવાના આ કાર્યને બિરદાવ્યું હતું. ગૌશાળાના વિકાસમાં સહભાગી બનેલા તમામ દાતાઓનો મેલડીધામ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ તકે વશરામભાઈ લીંબાભાઈ બોપલીયા, દિલીપભાઈ હોથી તથા ટ્રસ્ટના અન્ય સભ્યોએ હાજર રહી દાતાઓની ઉદારતાને વધાવી હતી.સમગ્ર આયોજનમાં સનાતન ધૂન મંડળના પ્રવિણભાઈ સોરીયા અને લાલજીભાઈ વાધડીયા સહિત મંડળના તમામ સભ્યોનો પ્રશંસનીય સહકાર મળ્યો હતો. ગૌમાતાની સેવા માટે નિર્મિત આ નવા શેડ અને ચારાની સુવિધાથી પશુઓને મોટી રાહત થશે. #Morbi #MeldiDhamGaushala #Gauseva #MorbiUpdate #SanatanDhunMandal #Donation #Khanpar #SocialService