ઉમિયા આશ્રમ ખાતે આવેલા સંત નિવાસ અતિથિ ગૃહની અગાશીમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા મોરબી : મોરબીમાં આવેલી સત્યનારાયણ ગૌશાળા-ઉમિયા આશ્રમ ખાતે કુદરતનો એક અનોખો નજારો જોવા મળ્યો છે. અહીં સંત નિવાસ અતિથિ ગૃહના બીજા માળે આવેલી અગાશીમાં પથ્થર અને કાંકરા વચ્ચે જગ્યા કરી ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી ચોમાસાના આગમન પૂર્વે ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વર્ષે કાળઝાળ ગરમીની શરૂઆતમાં અને સમય કરતા વહેલા ઈંડા જોવા મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. તેમજ સમય પહેલા જ ઈંડા જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે.#Morbi #MorbiUpdate #Nature #BirdLife #UmiyaAshram #Environment #