પોપટ પરિવારના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 131 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલાયા, અત્યાર સુધીના 55 કેમ્પમાં કુલ 15494 લોકોનું સચોટ નિદાનમોરબી: રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત 4-4-2026 ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 258 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો, તે ઉપરાંત 131 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે તેઓને રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે ગં.સ્વ.સુનિતાબેન રમણીકભાઈ પોપટ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ-રીધ્ધી ફટાકડા (ચેરમેન-મોરબી નાગરિક બેંક), મેઘનાબેન દીપકભાઈ પોપટ, ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), હસુભાઈ હીરાણી (નોવેલ્ટી ફટાકડા), કીશોરભાઈ હીરાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), નરેન્દ્રભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, ભરતભાઈ પોપટ, યોગેશભાઈ કોટક, રવીભાઈ કોટેચા, રીશીભાઈ હીરાણી, પ્રકાશભાઈ મીરાણી, પેરિનબેન પોપટ સહીતનાં પોપટ પરિવાર તથા હીરાણી પરિવારના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ ધામ ખાતે ગત 54 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 15236 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 6972 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ 55માં કેમ્પમાં કુલ 258 લોકોએ લાભ લીધો હતો તેમજ 131 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહીલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #FreeEyeCamp #JalaramDham #NetraYagna #HealthCare #MorbiNews #SocialService